ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-અમદાવાદના સંયુક્ત પ્રયાસથી સંયુક્ત ઉપક્રમે ચલાવવામાં આવતી સિગ્નલ સ્કૂલમાં આજરોજ ૧૪૪ બાળકોનો પ્રવેશોત્સવ નામદાર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ માન. શ્રીમતી સુનિતાબેન અગ્રવાલજી, ગુજરાત સ્ટેટ લિગલ ઓથોરિટીના કારોબારી અધ્યક્ષ શ્રી બિરેનભાઇ વૈષ્ણવજી, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનજી, મેમ્બર સેક્રેટરી શ્રી રાહુલભાઈ ત્રિવેદી અને મ્યુની. કમિશનર શ્રી એમ. થેન્નારસન ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો.
આ ૧૪૪ બાળકો માટે બધાં જ પ્રકારની સુવિધા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-અમદાવાદ દ્વારા કરવામાં આવેલ હતી અને તેમને સ્કૂલ બેગ, શૈક્ષણિક કિટ અને યુનિફોર્મનું વિતરણ કરી મહાનુભાવો દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું.
આ પ્રસંગે સ્કૂલ બોર્ડ મેમ્બરશ્રી યોગીનીબેન પ્રજાપતિ, નવિનભાઇ પટેલ, અમૃતભાઇ રાવલ, શાસનાધિકારી ડૉ.એલ.ડી.દેસાઇ , સિગ્નલ સ્કૂલના વાલીઓ, મોટી સંખ્યામાં શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.