View More Photosઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર શુક્રવારને 'ઇકો-ફ્રેન્ડલી ફ્રાઈડે' અભિયાન ચાલુ કરવામાં આવ્યું.જે અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના શાસનાધિકારી ડો.એલ.ડી.દેસાઈ , સ્કુલ બોર્ડના અધિકારીશ્રી તેમજ શિક્ષકોએ ભાગ લઈ નાગરિકોને પ્રોત્સાહિત કર્યા.
View More Photosગુજરાત સ્ટેટ ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ દ્વારા રાજભવન ખાતે ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાતના શિક્ષણમંત્રી માન. શ્રી જીતુભાઇ વાઘાણીજી ની ગરિમામય ઉપસ્થિતિમાં "રાજ્ય પુરસ્કાર વિતરણ સમારોહ" યોજવામાં આવ્યો.
રાજભવન ખાતે યોજાયેલા આ રાજ્ય પુરસ્કાર વિતરણ સમારોહમાં શ્રેષ્ઠ સ્કાઉટ્સ અને ગાઇડ્સને મહાનુભાવોના હસ્તે રાજ્ય પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે સ્કાઉટ્સ-ગાઇડ્સ પ્રવૃત્તિમાં સહયોગી બની યોગદાન આપનારા મહાનુભાવને તેમજ AMC સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજય મહેતાને પણ Thanks BADGE આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઓરિસ્સા હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અને ગુજરાત રાજ્ય, ભારત સ્કાઉટ્સ અને ગાઇડ્સના વાઈસ પેટ્રન શ્રી કલ્પેશભાઈ ઝવેરી, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી એસ. જે. હૈદર, નેશનલ- કમિશનર, સ્કાઉટ્સ શ્રી મનીષ કુમાર મહેતા, ડેપ્યુટી ઇન્ટરનેશનલ-કમિશ્નર ઓફ ગાઇડ્સ શ્રીમતી અનારબેન પટેલ, સ્ટેટ ચીફ કમિશ્નર શ્રી સવિતાબેન પટેલ, AMC સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક, શાશનાધિકારીશ્રી ડો. એલ.ડી.દેસાઈ તેમજ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
View More Photos76માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વેજલપુર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેયર શ્રી કિરીટભાઈ પરમારજી ની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના તેમજ સિગ્નલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કૃતિ રજૂ કરવામાં આવી; જેમાં કાર્યક્રમના અંતે મેયરશ્રી તેમજ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ અને મ્યુ. કમિશ્નરશ્રી દ્વારા તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને શ્રેષ્ઠ શિક્ષકશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું.
View More Photos76માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સિગ્નલ સ્કૂલના તમામ ઝોનના બાળકો , સિગ્નલ સ્કૂલ શિક્ષક અને સહાયક તેમજ સ્કાઉટ બેન્ડ સરખેજ કન્યા શાળાની ટીમ સાથે સ્કાઉટ ભવનથી એલીસબ્રીજ ૨૮ સુધી તિરંગા રેલી યોજાઈ. તેમજ એલીસબ્રીજ ૨૮ માં ધ્વજવંદન પ્રોગ્રામમાં હાજરી આપવામાં આવી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત "ભવ્ય તિરંગા યાત્રા" યોજવામાં આવી. આ પ્રસંગે શ્રી કિરીટભાઈ પરમાર (મેયરશ્રી, અમદાવાદ શહેર) , શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ (પૂર્વ અધ્યક્ષ, ઔડા), શ્રી હિતેશભાઈ બારોટ (ચેરમેન શ્રી સ્ટેન્ડીંગ કમિટી), શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ (નેતાશ્રી), ડો. સુજય મહેતા (સ્કૂલબોર્ડ ચેરમેનશ્રી, સ્કૂલ બોર્ડ ), શ્રી વલ્લલ્ભભાઈ પટેલ (ચેરમેનશ્રી A.M.T.S.), શ્રી વિપુલભાઈ સેવક (વાઇસ ચેરમેનશ્રી સ્કૂલ બોર્ડ), ડૉ. એલ.ડી. દેસાઇ (શાસનાધિકારીશ્રી , સ્કૂલ બોર્ડ ), મ્યુ.કોર્પોરેશનની વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, વાઇસ ચેરમેનશ્રીઓ, મ્યુ.સ્કૂલબોર્ડના સભ્યશ્રીઓ, મ્યુ.કાઉન્સિલરશ્રીઓ, શિક્ષકશ્રીઓ , વિદ્યાર્થીઓ ખુબ મોટી સંખ્યામાં હાજર રહેલ હતા.