AMC SCHOOL BOARD

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ

RTI 2005

માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫

પ્રત્યેક જાહેર સત્તામંડળના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાના હેતુથી જાહેર સત્તામંડળો ના નિયંત્રણ હેઠળની માહિતી નાગરિકો મેળવી શકે તેવા માહિતીના અધિકારનાં વ્યવહારુ તંત્રની રચના કરવા કેન્દ્રીય માહિતી પંચ અને રાજ્ય માહિતી પંચો અને તેની સાથે સંકળાયેલી અથવા તેને આનુષંગિક બાબતો માટેની જોગવાઇ કરવા બાબતનો અધિનિયમ.
ભારતના સંવિધાને લોકશાહી ગણરાજ્યની સ્થાપના કરેલ છે. લોકશાહીમાં લોકો એટલે કે નાગરીકો સર્વોપરી છે. તેમના દ્વારા દેશની સર્વોચ્ચ સંસ્થા ‘સંસદ’ની રચના થઇ. સરકાર દ્વારા કે વતીથી થતાં તમામ જાહેર કાર્યો માટે જાહેર નાણાં ખર્ચાય છે. નીતિઓ અને કાયદાઓ ઘડાયા પછી તેનો અમલ કરવાની જવાબદારી જાહેર સંસ્થાઓની છે. આ જાહેર સંસ્થાઓ કેવી રીતે કામ કરે છે ? શું કામ કરે છે ? તેમાં કેટલા નાણાં કેવી રીતે ખર્ચાયા ? તે જાણવાનો દેશના તમામ નાગરીકોને અધિકાર છે. નાગરીકોનો જાણવાનો અધિકાર “માહિતી અધિકારનો કાયદો ૨૦૦૫” દ્વારા નિશ્ચિત થાય છે. આ કાયદો તમામ નાગરીકોને માહિતી મેળવવાનો અધિકાર આપે છે. માહિતી અધિકારના ઉપયોગ દ્વારા લોકશાહી મજબૂત અને અર્થપૂર્ણ બનશે,
જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.

માહિતી મેળવવા અરજી કેવી રીતે લખશો ?

માહિતી અધિકારના કાયદા મુજબ “માહિતી” એટલે કોઇપણ સામગ્રી તે કોઇપણ સ્વરૂપમાં હોય. રેકર્ડ, દસ્તાવેજ, મેમો, ઇ-મેઇલ, અભિપ્રાય, સલાહ, પ્રેસરીલીઝ, પરિપત્રો, હુકમો, લોગબુક, કરાર, અહેવાલ, કાગળ, નમૂના, પ્રતિકૃતિઓ, ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સંગ્રહાયેલી ડેટા મટીરિયલ અને કોઇપણ પ્રાઇવેટ બોડી અંગેની જાહેર સત્તામંડળની પહોંચમાં આવતી માહિતી.
માહિતીના અધિકારમાં સરકાર પાસેથી તથા તેની પહોંચમાં હોય તેવી તમામ માહિતી ઉપરાંત તેને સંલગ્ન તમામ રેકર્ડ અને દસ્તાવેજો તથા સરકારી કામોની તપાસણી કરવાનો તેની નોંધ લેવાનો, કે તેનો કોઇ ભાગ કે દસ્તાવેજ, રેકર્ડની પ્રમાણિત નકલ મેળવવાનો સમાવેશ થાય છે.

અરજીમાં શું લખશો ? ( અરજી નો નમૂનો વિકલ્પ પર ક્લીક કરો )

અરજી કોને આપશો ?

રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજી એટલે રાજ્ય સરકારની કોઇપણ કચેરી અને કેન્દ્ર સરકારને કરેલી અરજી એટલે કેન્દ્ર સરકારની કોઇ પણ કચેરી.
જાહેર માહિતી અધિકારી કોઇપણ કારણસર અરજી કે ફી સ્વિકારવાની ના પાડી શકે નહી અને જો અરજી કે ફી સ્વિકારવાની ના પાડે તો માહિતી અધિકારના કાયદા હેઠળ અરજદારને માહિતી નકારી છે તેમ ગણાય. આવા કિસ્સામાં નાગરિક માહિતી આયોગને સીધી ફરિયાદ કરી શકે છે.

અરજી કર્યા પછી શું ?

આ કલમને અંતે ખાસ જોગવાઇ કરવામાં આવી છે કે, જે માહિતીનો રાજ્યની વિધાનસભાના સભ્ય કે સંસદસભ્યને ઇનકાર ના કરી શકાય તેવી માહિતીનો કોઇપણ નાગરીકને ઇનકાર કરી શકાશે નહીં

ત્રીસ દિવસમાં માહિતી ના મળે કે વધુ ફી માંગવામાં આવે તો શું કરવું ?

પ્રથમ અપીલનો નિકાલ સામાન્ય રીતે ૩૦ દિવસમાં અને વધુમાં વધુ ૪૫ દિવસમાં અપીલ સત્તાધિકારી કરશે. નિર્ણય ના મળવા બાબતે કે મળેલા હુકમથી નારાજ વ્યક્તિ રાજ્ય માહિતી આયોગને ૯૦ દિવસમાં બીજી અપીલ કરી શકે છે. માહિતી અધિકારના અમલને સુદઢ બનાવવા તેમજ તેના ભંગ બદલ ધ્યાન દોરવા અને યોગ્ય પગલાં લેવા રાજ્યના મુખ્ય માહિતી આયોગને કાયદાની કલમ ૧૮ અને ૧૯ હેઠળ ફરિયાદ અને અપીલ કરી શકાય છે.

કાયદાનો ભંગ ક્યારે થયો ગણાય ?

કાયદાના ભંગ બાબતે

જાણીબૂઝીને ખોટી, અધૂરી કે ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ કે માંગેલી માહિતીનો ઇરાદાપૂર્વક નાશ કરવા બદલ દંડ ઉપરાંત જાહેર માહિતી અધિકારી વિરુદ્ધ સરકારી કર્મચારીઓને લાગુ પડતા સેવા નિયમો હેઠળ શિસ્ત ભંગના પગલાં લેવા સરકારને રાજ્ય માહિતી આયોગ ભલામણ કરી શકે છે.

સામેથી જાહેર કરવાની વિગતો

માહિતી અધિકારનો કાયદો – ૨૦૦૫ કલમ-૪(૧)અનુસાર દરેક જાહેર સત્તામંડળે નીચે મુજબની માહિતી સામે ચાલીને જાહેર કરવાની રહે છે. આ માહિતીને કાયદામાં “પ્રોએક્ટીવ ડીસ્ક્લોઝર” કહેવામાં આવે છે.
કાયદાનુસાર જણાવેલા ૧૭ પ્રકારની માહિતી જો જાહેર સત્તામંડળ પાસે મેન્યુઅલના સ્વરૂપમાં ઉપલબ્ધ ના હોય તો તે જાહેર માહિતી અધિકારી દ્વારા માહિતી નકારવાનો ગુન્હો બને છે. જરૂરી માહિતી માંગવાની અરજી કરતાં પહેલાં એટલું ચકાસી લો કે, તે માહિતી પ્રોએક્ટીવ ડિસ્ક્લોઝરની કક્ષામાં આવતી માહિતી તો નથી ને ? જો તેમ હોય તો તમારે રૂl. ૨૦ ફી ભરવાની કે ૩૦ દિવસ રાહ જોવાની જરૂર નથી. આવી માહિતી તમે જાહેર માહિતી અધિકારી પાસે જોઇ શકો છો, તેના ઉતારા કરી શકો છો અને જરૂર જણાય તો નકલ પણ માંગી શકો છો. ખાસ નોંધ: કોઇપણ તબક્કે તમને એવું લાગે કે તમારા માહિતીના અધિકારને કોઇપણ રીતે અવરોધવામાં આવી રહ્યો છે, કે અરજી પાછી ખેંચી લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે તો તમે રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નરને કાયદાની કલમ ૧૮(૧) (૨) મુજબ સીધી ફરિયાદ કરી શકો છો. “માહિતિ અધિકાર અધિનિયમ ૨૦૦૫” વિશે વધુ જાણકારી આ પેજ ઉપર દર્શાવેલી વેબસાઇટ જોઇ મેળવી શકશો.
Scroll to Top

AMC SCHOOL BOARD

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ