Activities

તા ૨૨/૦૧/૨૦૨૫ને બુધવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 માં ઝોન કક્ષાએ વિજેતા થયેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની શહેર કક્ષાની શ્રેષ્ઠ વાચક સ્પર્ધાનું આયોજન અંગ્રેજી ઝોન ઓફિસ ખાતે અધિકારીઓ તથા શિક્ષકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ. વિજેતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.

તા.૨૨/૦૧/૨૦૨૫ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન AMA દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવતાં “Educational Support પ્રોગ્રામ” અંતર્ગત યોજાયેલ સેમિનારની મુલાકાત ચેરમેન શ્રી ડૉ સુજયભાઈ મહેતા દ્વારા લેવામાં આવી અને AMA નો આભાર માની ભાગ લેનાર વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

દેશના યશશ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવેલ આહવાન “હમ ફિટ તો ઇન્ડિયા ફિટ” અંતર્ગત વિધાર્થીઓ રમત ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકે તે હેતુથી તા,૨૦/૦૧/૨૦૨૫ ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની મુખ્ય કચેરી સ્કાઉટ ભવન ખાતે શહેર કક્ષાનો વાર્ષિક રમતોત્સવ -૨૦૨૫ યોજાયો.

તા ૧૮/૦૧/૨૦૨૫ને શનિવારે AMC પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ(અનુ.જાતિ/અનુ.જનજાતિ) દ્વારા આયોજીત તૃતીય અધિવેશન કાર્યક્રમ યોજાયો. જેમાં મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈન, અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી ડૉ સુજયભાઈ મહેતા, વાઈસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક, સ્કૂલ બોર્ડના શાસનાધિકારી શ્રી ડૉ એલ.ડી. દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.

તા ૧૮/૦૧/૨૦૨૫ ને શનિવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ નું ૧૧૪૩ કરોડ રૂપિયાનું પ્રાયમરી એજ્યુકેશન ફંડનું ડ્રાફ્ટ બજેટ ન.પ્રા.શિ.સમિતિ, અમદાવાદના શાસનાધિકારી શ્રી ડૉ એલ.ડી. દેસાઈ દ્વારા રજુ કરવામાં આવ્યું , આ પ્રસંગે ન.પ્રા.શિ.સમિતિ અમદાવાદ ના ચેરમેન શ્રી ડો સુજયભાઈ મહેતા, વાઈસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક, ડે. મ્યુ.કમિશ્નર શ્રી સી.એમ. ત્રિવેદી, અ.મ્યુ.કો.ના સેક્રેટરી શ્રી અરૂણભાઇ પંડ્યા, સ્કુલ બોર્ડ સભ્ય શ્રીઓ, પ્રેસ મીડિયાના પત્રકાર શ્રીઓ, ન.પ્રા.શિ.સમિતિ અમદાવાદના અધિકારી ગણ હાજર રહ્યા હતા.

તા ૧૪/૦૧/૨૦૨૫ મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના વિદ્યાર્થીઓને સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં “બચપન મનાઓ” અંતર્ગત NDTV ચેનલનો લાઈવ કવરેજ કાર્યક્રમ યોજાયો.

તા ૧૩/૦૧/૨૦૨૫ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત સિગ્નલ સ્કૂલના તમામ ઝોનની સ્કૂલ બસમાં ચિત્ર કામ, પતંગ બનાવવા જેવી પ્રવૃત્તિઓ કરાવી તથા તહેવારને અનુલક્ષીને ચિક્કી તથા પતંગનું વિતરણ કરવામાં આવ્યું.

તા ૧૩/૦૧/૨૦૨૫ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની ગોમતીપુર ગુજરાતી શાળા નં -૬ તથા અંગ્રેજી ઝોન હસ્તકની ખોખરા પબ્લિક સ્કૂલનાં બાળકો દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ બનાવવાની પ્રવૃતિ કરાવવામાં આવી.

તા૧૦/૦૧/૨૦૨૫ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની GIDC ઓઢવ હિન્દી શાળા નં-1નાં બાળકોને બેગ લેશ વોકેશનલ પ્રોગ્રામ અંતર્ગત દૂધની વિભિન્ન બનાવટો બાબતે જાણકારી અપાવવા વસ્ત્રાલમાં આવેલ ગોપી ડેરીની મુલાકાત કરાવવામાં આવી.

તા ૦૮/૦૧/૨૦૨૫ના રોજ એલિસબ્રિજ શાળા નંબર 2/ 26 માંથી જીએલએસ કોલેજ ફેકલ્ટી ઓફ કોમર્સ, દ્વારા ધોરણ:- 6 થી 8ના 20 બાળકોને તથા શાળાના શિક્ષકોને કોલેજના સ્ટાફ તથા સ્વયંસેવકોની મદદથી કોલેજની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું,

દર મહિને ન.પ્રા.શિ.સમિતિની શાળાઓમાં “YOUNG BHASKAR” સામાયિક વિદ્યાર્થીઓમાં વિવિધ જાણકારી, જીજ્ઞાસા, સાંપ્રત માહિતી, નવીનતા અને પ્રવૃત્તિઓ માટે ઉત્સુકતા નિર્માણ કરવાના હેતુસર નિયમિત આપવામાં આવે છે.

તા ૦૮/૦૧/૨૦૨૫ના રોજ ન.પ્રા.શિ સમિતિ, અમદાવાદની કૃષ્ણાનગર હિન્દી શાળા નં 01 ના વિદ્યાર્થીઓને SVPI એરપોર્ટ મુલાકાત કરાવવામાં આવી.

તા ૦૮/૦૧/૨૦૨૫ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર સ્થિત ઇવેન્ટ સેન્ટર ખાતે આયોજિત ફ્લાવર શૉને માત્ર મનોરંજન પૂરતો સિમિત ન રાખતા, વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સામાન્ય નાગરિકોમાં રહેલ કલાત્મકતા બહાર આવે તે હેતુસર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની GIDC ઓઢવ હિન્દી શાળા નં 1નાં બાળકોને બેગ લેશ વોકેશનલ પ્રોગ્રામ અંતર્ગત ગાય વિશે માહિતગાર કરવા, તા:૦૭/૦૧/૨૦૨૫ના રોજ નાગરવેલ હનુમાનજી મંદિરની નવધા ગૌશાળા અમરાઈવાડી ખાતે મુલાકાત કરાવવામાં આવી.
