


Welcome to
AMC School Board
ભારત પ્રાચીનકાળથી જ્ઞાનકેન્દ્રો માટે જાણીતો દેશ છે. તેમાંય વળી અમદાવાદ છેલ્લાં કેટલાંય વર્ષોથી જાણે કે ગુજરાતના એજ્યુકેશન હબ તરીકે વિકસી રહ્યું છે. અમદાવાદમાં હાલ દેશ અને દુનિયાભરમાંથી વિદ્યાર્થીઓ જ્ઞાનપ્રાપ્તિ માટે આવી રહ્યા છે અને લાખો વિદ્યાર્થીઓ આજે અમદાવાદમાં અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ અમદાવાદમાં જ્યારે પહેલી શાળા ખૂલી હશે ત્યારે તે સમયની શિક્ષણ વ્યવસ્થા કેવી હશે તે જાણવાની સૌ કોઇએ જિજ્ઞાસા હોય તે સ્વાભાવિક છે.
Latest Circulars
Title | Date | Download |
---|
Activities
સ્કૂલ બોર્ડ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ

તા ૨૨/૦૧/૨૦૨૫ને બુધવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 માં ઝોન કક્ષાએ વિજેતા થયેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની શહેર કક્ષાની શ્રેષ્ઠ વાચક સ્પર્ધાનું આયોજન અંગ્રેજી ઝોન ઓફિસ ખાતે અધિકારીઓ તથા શિક્ષકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ. વિજેતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.

તા.૨૨/૦૧/૨૦૨૫ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન AMA દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવતાં “Educational Support પ્રોગ્રામ” અંતર્ગત યોજાયેલ સેમિનારની મુલાકાત ચેરમેન શ્રી ડૉ સુજયભાઈ મહેતા દ્વારા લેવામાં આવી અને AMA નો આભાર માની ભાગ લેનાર વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

દેશના યશશ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવેલ આહવાન “હમ ફિટ તો ઇન્ડિયા ફિટ” અંતર્ગત વિધાર્થીઓ રમત ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકે તે હેતુથી તા,૨૦/૦૧/૨૦૨૫ ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની મુખ્ય કચેરી સ્કાઉટ ભવન ખાતે શહેર કક્ષાનો વાર્ષિક રમતોત્સવ -૨૦૨૫ યોજાયો.

તા ૧૮/૦૧/૨૦૨૫ને શનિવારે AMC પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ(અનુ.જાતિ/અનુ.જનજાતિ) દ્વારા આયોજીત તૃતીય અધિવેશન કાર્યક્રમ યોજાયો. જેમાં મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈન, અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી ડૉ સુજયભાઈ મહેતા, વાઈસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક, સ્કૂલ બોર્ડના શાસનાધિકારી શ્રી ડૉ એલ.ડી. દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.

તા ૧૮/૦૧/૨૦૨૫ ને શનિવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ નું ૧૧૪૩ કરોડ રૂપિયાનું પ્રાયમરી એજ્યુકેશન ફંડનું ડ્રાફ્ટ બજેટ ન.પ્રા.શિ.સમિતિ, અમદાવાદના શાસનાધિકારી શ્રી ડૉ એલ.ડી. દેસાઈ દ્વારા રજુ કરવામાં આવ્યું , આ પ્રસંગે ન.પ્રા.શિ.સમિતિ અમદાવાદ ના ચેરમેન શ્રી ડો સુજયભાઈ મહેતા, વાઈસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક, ડે. મ્યુ.કમિશ્નર શ્રી સી.એમ. ત્રિવેદી, અ.મ્યુ.કો.ના સેક્રેટરી શ્રી અરૂણભાઇ પંડ્યા, સ્કુલ બોર્ડ સભ્ય શ્રીઓ, પ્રેસ મીડિયાના પત્રકાર શ્રીઓ, ન.પ્રા.શિ.સમિતિ અમદાવાદના અધિકારી ગણ હાજર રહ્યા હતા.

તા ૧૪/૦૧/૨૦૨૫ મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના વિદ્યાર્થીઓને સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં “બચપન મનાઓ” અંતર્ગત NDTV ચેનલનો લાઈવ કવરેજ કાર્યક્રમ યોજાયો.
News & Events
Photo Gallery

“આદરણીય કેન્દ્રીય ગૃહ, સહકારિતા મંત્રીશ્રી તેમજ ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મ દિવસ નિમિત્તે અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદશ્રી ડો. કિરીટભાઈ સોલંકી, અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના CSR સહયોગથી સ્કુલ બોર્ડના 341 વિદ્યાર્થીઓને સ્કુલબોર્ડના બાળકોને સ્કુલ બેગ વિતરણ કાર્યક્રમ”

“કૌશલ્ય વર્ધનના નમૂના અને દિવાળી કાર્ડનું પ્રદર્શન” – 2023
